રસ્તા પર વાહનની રાહ જોઈને ઉભેલા માં-દીકરાને ટ્રક ચાલકે કચડી નાખ્યા… બંનેનું ઘટનાસ્થળે દર્દનાક મોત… માં-દીકરાની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે મા અને દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે બંનેના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળ પર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા માં અને દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પલવલમાં નેશનલ હાઈવે 19 ઉપર બની હતી. જાણવા મળી રહ્યું છે કે આ ભયંકર અકસ્માતની ઘટના આજરોજ સવારના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે માતા અને પુત્રને કચડી નાખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે માં-દીકરો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રતા થયા હતા.

આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક અલગ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ રાધા હતું અને તે એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. માં-દીકરાનું એક સાથે મોત થતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા દીકરાનું નામ પ્રશાંત હતું. પ્રશાંત અને તેની માતા રાધા રસ્તા ઉપર વાહનની રાહ જોઈને ઉભા હતા. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે બંનેને કચડી નાખ્યા હતા. આ કારણસર બંનેનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક કબજે કરીને ટ્રકના ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી દીધી છે. માં-દીકરાની એક સાથે અંતિમયાત્રા નીકળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*