હાલમાં બનેલી એક રૂવાડા ઊભા કરી દેનારી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક બસ ચાલકની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની છે. ઝડપથી આવી રહેલી એક રોડવેઝ બસ સૌપ્રથમ ઇલેક્ટ્રીકલા સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બસ ચાલકે સ્કૂટીને પણ જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટનામાં સ્કૂટી પર સવાર મહિલાના પગમાં ફેક્ચર થયું હતું. સદનસીબે આ ઘટનામાં મહિલાના પુત્રને કોઈ પણ પ્રકારની ઈચ્છા પહોંચી નથી. આ ગંભીર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારના સમયે બની હતી. પરંતુ શુક્રવારના રોજ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. આ અકસ્માતની ઘટના અલવરના તિજારા વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી અનુસાર ઝડપી રોડવેઝ બસ ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી બસ એક ઇલેક્ટ્રીક થાંભલા અને એક સ્કુટી સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં બસની ટક્કરના કારણે સ્કૂટી પર સવાર 40 વર્ષની અનિતા નામની મહિલા નીચે પડી ગઈ હતી.
આ ઘટનામાં મહિલાના પગના ભાગે ફેક્ચર થયું છે. જ્યારે મહિલાના દીકરાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. જાણવા મળી રહ્યું છે કે મહિલા પોતાના બીમાર દીકરાને સ્કુટી લઈને હોસ્પિટલ લઈ જઈ રહી હતી પરંતુ રસ્તામાં તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઈને મહિલાના સંબંધીઓએ જણાવ્યું કે તેને કરોડરજ્જુ અને માથાના ભાગે ઇજા પહોંચી છે, જેનું ઓપરેશન કરાવવું પડશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઈની તરફથી આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારનો કેસ નોંધાવવામાં આવ્યો નથી.
દીકરાને લઈને હોસ્પિટલ જતી સ્કુટી સવાર માતાને બસ ચાલકે કચડી નાખી, પછી તો કંઈક એવો ચમત્કાર થયો કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/w1QGxNtWsC
— GUJJU ROCKZ (@gujju_rockz) March 11, 2023
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બસ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહી હતી. સૌપ્રથમ બસે વીજળીના થાંભલાને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ બસે સ્કુટી સવાર મહિલા અને તેના દીકરાને ટક્કર લગાવી હતી. ઘણા લોકો કહી રહ્યા છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બસ ડ્રાઇવર નશાની હાલતમાં હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment