રાજકોટમાં બે બાળકની માતાએ દવા પીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો શા માટે કર્યું આવું…

Published on: 10:40 am, Fri, 10 September 21

આજકાલ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટની તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં એક બે બાળકની માતાએ પોતાનો જીવ ટૂંકો કર્યો છે. મળતી માહિતી અનુસાર પતિના આડાસંબંધથી કંટાળીને બે બાળકની માતાએ પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

બંને બાળકો એ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી મુજબ રાજકોટમાં ફોટા વીડીયા કોઠારીયા રેલ્વે સ્ટેશનની સામે રહેતા રીનાબેન વિજયખીમજી પરમાર (ઉંમર 28 વર્ષ) તેઓએ ગઈકાલે વહેલી સવારે દવા પીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતા નાનાભાઈ પંકજે મહિલાના પતિને ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહિલાની હાલત ગંભીર હોવાના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ આજીડેમ પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચે આવી હતી. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલ મહિલા અને એક દીકરો અને એક દીકરી પણ છે. પાંચ વર્ષ પહેલા મહિલા ના લગ્ન વિજય પરમાર સાથે થયા હતા. વિજય પરમાર ઘરનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવિંગ નું કામ કરતા હતા.

પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ ના કારણે પત્ની રીસામણે ગઈ હતી. મા-બાપની સમજાવટ બાદ પુત્રી સાસરે ચાલી ગઈ હતી. ત્યાર બાદ પતિને આડા સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હતું. આવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!