આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 30 વર્ષની પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરનાર મહિલા પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
જેમાં તેને પોતાના સુસાઇડ પાછળનું કારણ લખ્યું હતું. આ ઘટના બનતા જ મહિલાના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.આ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાંથી સામે આવી રહી છે. આજરોજ સવારે પોલીસને ફોન આવ્યો હતો કે એક મહિલાએ સુસાઇડ કરી લીધું છે.
રબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન મહિલા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તે બીમારીના કારણે સુસાઇડ કરી રહે છે. જ્યારે આ વાત પર મહિલાના ભાઈએ કહ્યું કે, બહેનની બીમારી વિશે અમને કોઈ જાણકાર રહી નથી.
સુસાઇડ કરનાર મહિલાનું નામ શ્વેતા હતું. તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં તો પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
શ્વેતાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મારા મૃત્યુ માટે હું પોતે જવાબદાર છું. આ માટે કોઈને જવાબદાર ઠરાવવા ન જોઈએ. મને ગંભીર બીમારી થઈ ગઈ છે. તેની જાણ મને બુધવારે થઈ હતી. આ બીમારી નો કોઈ ઈલાજ ન હતો તેથી હું સુસાઇડ કરી રહી છું.”
શ્વેતાના મૃત્યુ બાદ બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને બંને બાળકો સતત રડી રહ્યા છે. હાલમાં ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment