સુરતમાં વેસુ વિસ્તારમાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા વેસુ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વેસુ વિસ્તારમાં કાપડના વેપારીની પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ જ્યોતિ હતું.
પોલીસે જોતી બહેનના મૃતદેહને કબજે લઇને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. ત્યારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર સાસરીયા પક્ષ અને પિયર પક્ષના આમનો સામનો થયો હતો. મૃત્યુ પામેલી મહિલા જ્યોતિ દિલ્હીની રહેવાસી હતી. તે પોતાના પતિ સાહિલ ભાઈ સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહેતી હતી.
બંનેના લગ્નના પાંચ વર્ષ થઇ ગયા છે. મૃત્યુ પામેલી જ્યોતિ બે બાળકોની માતા હતી. જ્યોતિ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલાં પોતાના પતિ સાહેબ સાથે વાત કરી હતી. મળતી માહિતી અનુસાર 5.30 વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી જ્યોતિનું મૃતદેહ મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર જ્યોતિના પતિ સાહિલના બીજા લગ્ન હતા.મળતી માહિતી અનુસાર પહેલી પત્નીને 35 લાખ રૂપિયા આપીને છૂટાછેડા લીધા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી જ્યોતિના પરિવારજનો આરોપ છે કે, જ્યોતિનો પતિ અને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર દહેજ રૂપે જ્યોતિ પાસેથી અનેક રૂપિયાની માગણી કરવામાં આવતી હતી.
આ બધાથી કંટાળીને જ્યોતિએ ગળાફાંસો ખાઇ લીધો હશે, એવું હાલમાં જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી જ્યોતિ માસીએ જણાવ્યું કે, હું દિલ્હીથી સુરત આવી છું. ગઈકાલે જ્યોતિષ સાથે મારી ફોન પર વાત ચાલતી હતી. આ દરમિયાન તેના પતિ સાહિલનો ફોન જ્યોતિમાં આવતો હતો.
ત્યારે જો તે મને કહ્યું કે મારા પતિનો ફોન આવે છે. એમની સાથે વાત કરીને તમને કોલ કરું. ત્યારે થોડાક સમય બાદ પડોશી નો ફોન આવ્યો કે જ્યોતિએ કંઈક કરી લીધું છે. જ્યોતિના પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment