ઉત્તરાખંડમાં બનેલી બસ અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં 35 મુસાફરોથી ભરેલી બસ ગંગોત્રી હાઇવે પર ખીણમાં ખાપકી ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર ભાવનગરના 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સમગ્ર ઘટના બનતા જ આખા ભાવનગરમાં માતમ છવાઈ ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે 15 મી ઓગસ્ટના દિવસે એક ખાનગી ટ્રાવેલર્સ બસ ચારધામની યાત્રા ઉપર નીકળી હતી. બસમાં સવાર મુસાફરો ગંગોત્રી પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સાત લોકોના મોત થઈ ગયા છે.
આ યાત્રામાં ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કમાં રહેતા કલ્પેશભાઈ ઉપાધ્યાય અને તેમની પત્ની મીનાબેન ઉપાધ્યાય પણ ચારધામની યાત્રા પર ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં મીનાબેન ઉપાધ્યાયનું મોત થયું છે.
જ્યારે કલ્પેશભાઈ ઉપાધ્યાય ઇજાગ્રસ્ત થયા હતા. મીનાબેન ના મોતના સમાચાર મળતા જ તેમના બંને દીકરાઓ ઉતરાખંડ જવા માટે રવાના થઈ ગયા હતા. આ ઘટના બનતા જ મીનાબેનના પરિવારજનો અને તેમના પડોશીઓમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા મીનાબેનના બે દીકરાઓ માંથી એક દીકરાના લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાના છે. દીકરો ઘોડીએ ચડે તે પહેલા માતાની અર્થી ઉઠતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment