આજકાલે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક મહિલાએ રસ્તા પર જતી બસની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મૃત્યુ પામેલી મહિલા કલેક્ટર કચેરીમાં સફાઈ કામદાર હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાને કોઈકે કહ્યું હતું કે, જો તેનું અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારને 45 હજાર રૂપિયા વળતરમાં મળશે. બસ આ વાત મનમાં લઈને મહિલાએ બસની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર મહિલાનો દીકરો કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તેની કોલેજની ફી વ્યવસ્થા માટે મહિલાએ આ પગલું ભર્યું હતું. આ ઘટના તમિલનાડુમાં 28 જૂનના રોજ સવારના સમયે બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
દીકરાની કોલેજની ફી ભરવા માટે માતાએ પોતાનો જીવ આપી દીધો, આખી ઘટના સાંભળીને આંખોમાં આંસુ આવી જશે… જુઓ સુસાઈડનો LIVE વિડિયો… pic.twitter.com/qMyG8qdfNS
— GUJJU ROCKZ (@gujju_rockz) July 19, 2023
મૃત્યુ પામેલી મહિલાનું નામ પપથી હતું અને તેની ઉંમર 46 વર્ષની હતી. હાલમાં તાજેતરમાં જ મહિલાના પતિનું અવસાન થયું હતું. મૃત્યુ પામેલી મહિલાને બે બાળકો છે જેમાં એક છોકરો અને એક છોકરી છે. મળતી માહિતી અનુસાર મહિલાની દીકરીની કોલેજ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે દીકરો પર પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
જ્યારે મહિલાનું મોત થયું ત્યારે સૌ પ્રથમ તો આ ઘટના અકસ્માતની જ લાગતી હતી. પરંતુ બોલી છે જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે આ અકસ્માત નહીં સુસાઇડ છે. પોલીસને મહિલાના પરિવારજનો અને સંબંધીઓ અને પડોશીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, મહિલા પોતાના દીકરાની કોલેજની ફી ભરવા માટે 45000 રૂપિયા માંગી રહી હતી,
પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. ત્યારે મહિલાને જાણવા મળ્યું કે જો કોઈ સફાઈ કામદારનું અકસ્માતમાં ભરતી થાય તો તેના પરિવારજનોને સરકાર વળતર આપે છે અને પછી મહિલાએ આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment