માતાજીના મઢ તરફ પગપાળા જઈ રહેલા એક પરિવારને પાછળથી ટ્રકે લીધા હડફેટેમાં, અકસ્માતમાં માતા અને 4 વર્ષના પુત્રનું મૃત્યુ…

47

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કચ્છની ભાગેડે સુરજબારી માળીયા ધોરીમાર્ગ પર આજરોજ સવારે હરીપર બ્રિજ થી આગળ હોટલ હોનેસ્ટ પાસે એક અકસ્માત સર્જાયું છે.

મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નવાગામ ધરમપુરથી આજરોજ આઠ વાગ્યે પતિ પત્ની અને ચાર વર્ષના પુત્ર સહિત પરિવાર માતાજીના મઢના દર્શન કરવા માટે પગપાળા ચાલતા નીકળ્યા હતા.

ત્યારે તેઓ હરીપુરા ગામના પાટિયા બાદ હોનેસ્ટ હોટલ નજીક પહોંચ્યા ત્યારે કચ્છ તરફથી પાછળથી GJ 12 BV 6382 નંબરના બેકાબૂ ટ્રકે પરિવારના બે સભ્યોની હડફેટેમાં લીધા હતા.

જેમાં કૈલાશબેન અને તેમનો પુત્ર ધાર્મિક ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં કૈલાસબેન ધામેચા (ઉંમર 33 વર્ષ) અને ઉચ્ચ ધાર્મિક (ઉંમર 4 વર્ષ) નું મૃત્યુ થયું. આ ઉપરાંત પતિ હરપાલભાઈને ગંભીર ઈજા પહોંચી તેઓની સારવાર પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બેકાબૂ ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!