બાઈક પર સવાર માતા અને 3 વર્ષના દીકરાને ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, માતા અને દીકરાનું એક સાથે મૃત્યુ…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

જબલપુર-કટની નેશનલ હાઈવે પર ઉપાડ ઝડપે આવી રહેલા એક હાઈવા ટ્રકે માતા અને દીકરાની કચડી નાખ્યો હતો. આ ઘટનામાં માતા અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં 35 વર્ષેના નેહાબેન અને તેમના 3 વર્ષના દીકરા નિશાંતનુ મૃત્યુ નીપજ્યું છે. નેહાબેન અને તેમનો દીકરો અને નેહાબેનના દેવર બાઈક પર સગા સંબંધીને ત્યાં કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.

આ દરમિયાન પુર પર ઝડપે જઈ રહેલા હાઈવા ટ્રકે તેમની બાળકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે નેહાબેન અને તેમના દીકરા નિશાંતનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દેવરને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે, અકસ્માતની ઘટના બની ત્યારે દેવર સોનું બાઈક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન પુરપાડ ઝડપે જઈ રહેલા હાઇવા જોકે તેમની બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણેય લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.

આ ઘટનામાં નેહાબેન અને તેમના દીકરાના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત થયેલા સોનુને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*