બાઈક પર સવાર માતા અને દીકરીને ટ્રેલર ચાલકે કચડી નાખ્યા, બંનેના કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજસ્થાનમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આવી રહેલા એક ટ્રેલર બાઈક પર સવાર ત્રણ લોકોને અડફેટેમાં લીધા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર માતા અને દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

જ્યારે બાઈક પર સવાર યુવકને ગંભીર ઇજા પહોંચી હતી તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના બનીયા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના અલવરના ક્હરાની ઔદ્યોગિક વિસ્તારમાં સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર બિહારના સમજતી પુરાના પુત્ર રામબચન સાહની તેની 35 વર્ષીય બહેન સરિતા અને 16 વર્ષીય ભત્રીજી નિશા સાથે બાઈક પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં ઇન્ડિયન ગેસ એજન્સી પાસે રોંગ સાઈડમાં આવતા ટ્રેલર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર સરિતા અને તેની દીકરી નિશાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર રામબચન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

અકસ્માત બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*