ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટના કોટડાસાંગાણી તાલુકા નજીક સતાપર ગામમાં એક યુવકે પોલીસના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે યુવકે પોલીસના ત્રાસથી કંટાળીને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આજ રોજ સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. આ ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
પરિવારના સભ્યોનું કેવું છે કે જ્યાં સુધી પોલીસ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહને સ્વીકારશે નહીં. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈ એ જણાવ્યું કે, મારો ભાઈ રમેશ છે અને આજથી એક મહિના અને 10 દિવસ પહેલા મારા ભાભીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.
આ પછી મારા ભાઈના સસરા અને તેમના શાળા સહિતના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન કરવામાં આવ્યું હતું. અમને કોઈને એકબીજાથી તકલીફ ન હતી. છતાં પણ પોલીસ સ્ટેશનથી અશોક ડાંગર નામના કોન્સ્ટેબલ ફોન કરીને વારંવાર નિવેદન આપવાનું કહીને મારા ભાઈને દબાણ કરતા હતા.
વધુમાં મૃત્યુ પામેલા રમેશભાઈના ભાઈએ જણાવ્યું કે, મારા ભાઈને પોલીસ કોન્સ્ટેબલ અશોક ડાંગર ફોન કરીને ધમકી આપતો હતો કે તારા સસરા સાથે ભલે સમાધાન થઈ ગયું હોય પરંતુ હું તને નહીં મૂકું તારે નિવેદન આપવા આવવાનું છે. તેવું કહીને મારા ભાઈને પરેશાન કરતા હતા.
આખરે મારા ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ અશોક ડાંગરના ત્રાંસી કંટાળીને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમે ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યાં સુધી પોલીસ દ્વારા અશોક ડાંગર સામે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અમારા ભાઈનું મૃતદેહ સ્વીકારશું નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment