આજરોજ સવારે બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બસ ઊંડી ખીણમાં પડી જવાના કારણે 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે આ ઘટનામાં 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના જમ્મુ કાશ્મીરના પુંછમાં બની હતી. અહીં એક મીની બસ બેકાબુ બનતા ઊંડી ખેણની અંદર પડી હતી.
જેના કારણે 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મંડી અને પુંછની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ સેના સાથે મળીને બસમાં ફસાયેલા ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા.
ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી પાંચને જિલ્લા હોસ્પિટલમાંથી જમ્મુની જીએમસી હોસ્પિટલમાં એરલીફ્ટ કરવામાં આવ્યા છે. આ બસ દુર્ઘટના આજરોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. મુસાફરોથી ભરેલી JK 12 – 1419 નંબરની મીની બસ મંડીથી સાવજિયન જઈ રહી હતી. ત્યારે રસ્તામાં બસના ડ્રાઇવર અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ એક ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં 8 જેટલા લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બાકીના 4 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા નવ લોકોની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં 14 વર્ષીય મારુફ અહેમદ, 40 વર્ષીય બસીર અહેમદ, 18 વર્ષીય રોસીયા અખ્તર, 40 વર્ષીય ઝરીના બેગમ, 56 વર્ષીય મોહમ્મદ હસન, 20 વર્ષીય નાઝીમ અખ્તર, 5 વર્ષીય ઇમરાન અહેમદ, 70 વર્ષીય અબ્દુલ કરીમ અને 40 વર્ષીય અબ્દુલ કયુમનું મૃત્યુ નીપજ્યું છે.
સમગ્ર ઘટના બન્યા બાદ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ દુર્ઘટનાને લઈને જમ્મુ કશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા શાહે આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારી સારવાર આપવામાં આવે તે માટે અધિકારીઓને આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત PMNRFએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનોને 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment