ચોટીલાની સીમામાં એક આધેડ વયના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 50 વર્ષની ઉંમરના એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ના પ્રૌઢે ચોટીલાના નાની મોલડી સીમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ગરીબ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મફતીયાપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા 50 વર્ષીય રમેશભાઈ કરમનભાઈ વાઘેલા બે દિવસ કામ ગોતવા માટે મોરબી તરફ ગયા હતા.

મંગળવારના રોજ પ્રૌઢે ચોટીલાના નાની મોલડી સીમ એક લીમડાના ઝાડની ડાળી સાથે રૂમાલ બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ વનવિભાગને ચોકીદારો એ પોલીસને કરી હતી.

ધટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના પાસેથી મળી આવેલા આધાર કાર્ડ પરથી પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બેરોજગારી થી કંટાળીને તેમને આ પગલું ભર્યું હશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*