હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શનિવારના રોજ રાત્રિના સમયે ઘરની બહાર રમી રહેલા 4 વર્ષના માસુમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પછી ગળું દબાવીને માસુમ બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહ સાથે કંઈક એવું કરવામાં આવ્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી અને આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. બાળકનો જીવ લેનાર આરોપી એવો વ્યક્તિ નીકળ્યો કે પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ કાળજુ કંપાવી દેનારી ઘટના ઉત્તરપ્રદેશના વારાણસીમાં બની હતી. મૃત્યુ પામેલા 4 વર્ષના બાળકનું નામ અબુ હતું. શનિવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ચાર વર્ષનો અબુ ચિપ્સ ખરીદવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ઘણો સમય થઈ ગયો છતાં પણ અબુ ઘરે પરત આવ્યો નહીં.
તેથી પરિવારના લોકોએ આસપાસ દીકરાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. છેવટે પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દિવસે એટલે કે રવિવારના રોજ બપોરના સમયે એક કચરાના માંથી થર્મોકોલનું એક એક બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સ બહારથી જોવામાં સારું હતું. પરંતુ આસપાસના લોકોને બોક્સ જોઈને શંકા ગઈ હતી.
ત્યાર પછી આ બોક્સ ખોલવામાં આવ્યું હતું. ત્યારે તેની અંદરથી એક બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને પહેલેથી જ એક ગુમ થયેલા બાળકની ફરિયાદ મળી હતી અને બાળકનો ફોટો પણ પોલીસ પાસે હતો. આવી સ્થિતિમાં પોલીસે બાળકની ઓળખ કરી હતી અને ઘટનાની જાણ મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને કરી હતી.
માત્ર ચાર વર્ષના દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક ધોરણે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે તેમાં જોવા મળ્યું કે 18 વર્ષનો શાહિદ નામનો વ્યક્તિ બાળકને લઈને જતો જોવા મળી રહ્યો હતો. શાહિદના કાકાની કરિયાણાની દુકાનતે જ વિસ્તારમાં હતી. શાહિદ ઘણી વખત તેના કાકાની દુકાન પર બેસતો હતો.
પોલીસે જ્યારે રવિવારના રોજના સીસીટીવી કેમેરા ચેક કર્યા. ત્યારે જોવા મળ્યું કે રવિવારના રોજ સાંજના સમયે 7.58 વાગ્યાની આસપાસ સીસીટીવી ફૂટેજમાં શાહિદ પોતાના માથા પર થર્મોકોલનું બોક્સ લઈને ફરતો જોવા મળી રહ્યો હતો. પછી પોલીસે ગણતરીની કલાકોમાં જ શાહિદની ધરપકડ કરી લીધી હતી. પછી તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
આરોપીએ પોતાનો ગુનો કબુલ કરતા જણાવજો કે, ચાર વર્ષના અબુનું મોઢું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ તેના મૃતદેહને એક કોથળામાં અને થર્મોકોલના બોક્સમાં મૂકીને રાત્રે કાકાની દુકાન પર મૂકી દીધું હતું. પછી બીજા દિવસે તેના મૃતદેહને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. મળતી માહિતી અનુસાર આરોપીને મૃત્યુ પામેલા અબુના મોટાભાઈ સાથે દુશ્મની હતી. તેનો બદલો લેવા માટે આરોપી અબુનો જીવ લીધો હતો હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment