સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના પાટીદાર આગેવાનોની થઈ એક બેઠક,જાણો શા માટે થઈ આ બેઠક

336

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા જુના થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે ખાનગી બેઠક મળી હતી.ભાજપ અને કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠકમાં હાજરી જોવા મળતા ગણગણાત અને તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તેને લઈને રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.સૌરાષ્ટ્ર ખોડલધામ ના સાનિધ્યમાં લેવા પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં લેવા પાટીદાર સમાજના તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ અને સામાજિક આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

આમ તો ખોડલધામના નરેશ પટેલ આ બેઠકને સામાજિક ગણાવી રહ્યા છે પરંતુ રાજ્યમાં આવતી દરેક મહત્વની ચૂંટણીઓ પહેલા નરેશ પટેલ સામાન્ય રીતે સક્રિય થઇ જતા હોય છે ત્યારે અત્યારે તરફ સત્તાધારી પક્ષ ભાજપમાં પાટીદારોની થતી સતત અવગણના કહેવાય છે ત્યારે ઘણા લાંબા સમય બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે સંગઠન કે સરકાર બંને માંથી કોઈપણ શીર્ષ નેતૃત્વમાં કોઈ પાટીદાર નેતા નથી.

આ બેઠકમાં પરેશ ધાનાણી, નરેશ પટેલ, જયેશ રાદડિયા, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લલિત વસોયા, કિરીટ પટેલ, ગોપાલ ઇટાલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો માત્ર ને માત્ર ઉદ્દેશ્ય નરેશ પટેલ જણાવતા કહ્યું.

આ બેઠક મળી તેનો કોઈ રાજકીય હેતુ નથી અને ચૂંટણીને લઇને રાજકીય બાબતો મુદ્દે ચર્ચા કરવામાં આવી નથી. દર ત્રણ મહિને આવી કોઈ બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!