સુરતમાં ડોક્ટરની બેદરકારીના કારણે વધુ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના કાપોદ્રાની પરીણીતાનું સરથાણાની આનંદ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ મૃત્યુ થયું હતું. ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું છે તેઓ આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો હતો.
આ ઘટનાની જાણ તથા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોએ પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. જેના કારણે પોલીસે સૌપ્રથમ મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુના 30 કલાક થઈ ગયા હજુ પણ પરિવારના લોકોએ મૃતદેહ સ્વીકાર્યું નથી.
પરિવારના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશું નહીં. મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર-પાલીતાણા તાલુકાના વતની અને કાપોદ્રામાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણઘણ ઓનલાઈન માર્કેટિંગની ઓફિસ ચલાવે છે.
વિવેક અણઘણના પત્ની પ્રિયંકાબેનને એપેન્ડિક્સની તકલીફ હોવાના કારણે સરથાણાની ખાનગી હોસ્પિટલમાં 25 તારીખના રોજ તેમનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ પ્રિયંકાબેનની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી અને તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ઓપરેશન થયા બાદ ડોક્ટર ઓએ પહેલા કહ્યું કે 30 મિનિટમાં ભાનમાં આવી જશે, પરંતુ પ્રિયંકા બહેનનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા પ્રિયંકા બહેનના પતિએ જણાવ્યું કે, ઓપરેશન બાદ હોસ્પિટલના સ્ટાફે 30 મિનિટમાં તે ભાનમાં આવી જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે, એક કલાક પછી તેઓ ભાનમાં આવી જશે. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે ત્રણ કલાકમાં પણ ભાનમાં આવી શકે તેવી વાત કરી હતી.
ત્યારબાદ ડોક્ટર પાસે બે વખત ગયા બાદ વિવેક અને તેમના કાકાને પ્રિયંકાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે તેવું ડોક્ટરે જણાવ્યું હતું. પરિવારજનોના આક્ષેપ છે કે, વધારે પડતું ક્લોરોફ્રોમ સુંઘાડવાથી પ્રિયંકાનું મૃત્યુ થયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment