ઉકળતા અને ગરમા-ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળવા વાળા વ્યક્તિનો ભાંડો ફૂટ્યો, તે લોકોએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી…

મિત્રો હાલમાં ઘણા લોકો પોતાનો ધંધો વધારવા માટે અવનવા દેશી જુગાડ અને ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો તો પોતાની અલગ ટેકનિક અપનાવીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષતા હોય છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ ગરમા ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા અથવા તો પકોડા તળતા હોય છે. આજકાલ આ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ લોકોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો તેમની દુકાન અથવા તો રેસ્ટોરન્ટ પર આવતા હોય છે. જેનાથી તેમને બમણો ફાયદો થાય છે. મિત્રો આ લોકો એક અનોખી ટેકનીક અપનાવીને ગરમાગરમ તેલમાં હાથ નાખીને પકોડા અથવા તો ભજીયા તળે છે. સૌપ્રથમ ઇલ્હાબાદના એક વ્યક્તિએ આ ટેકનીક અપનાવીને પોતાનો ધંધો આગળ વધાર્યો હતો.

ત્યાર પછી તો હવે દિલ્હીમાં, અમદાવાદમાં, સુરતમાં, ઇન્દોરમાં અને હવે તો ઘણી બધી જગ્યાએ હોટલના કે રેસ્ટોરન્ટના માલિક આ ટેકનીક અપનાવીને પોતાનો ધંધો વધારી રહ્યા છે.  મિત્રો આ લોકોને ગરમાગરમ તેલમાં હાથ નાખતા જોઈને આપણને એવું લાગતું હશે કે, આ કોઈ જાદુગર હશે અથવા તો આની પાસે કોઈ દિવ્ય શક્તિ હશે.

પરંતુ હકીકતમાં આવું કંઈ નથી આની પાછળ એક વિજ્ઞાન જોડાયેલું છે. આ ટેકનિક સૌ કોઈ લોકો આસાનીથી અપનાવી શકે છે. ગરમા ગરમ અને ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા બહાર કાઢવાની ટેકનિકને LEIDENFROST ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો.

આ ટેકનિક વિશે વાત કરીએ તો, સૌપ્રથમ પહેલા પોતાના હાથ ઠંડા પાણીમાં ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ હાથ ગરમાગરમ તેલમાં નાખવામાં આવે છે. તેના કારણે હાથની આજુબાજુનું ગરમા ગરમ તેલ વરાળમાં પરિવર્તિત થઈ જાય છે. જેથી વરાળ આજુબાજુ રહેલા તેલને તમારા હાથના સંપર્કમાં આવા દેતી નથી.

જેના કારણે ગરમાગરમ તેલમાં હાથ નાખનાર વ્યક્તિના હાથ પર કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. બસ આવી જ ટેકનીક અપનાવીને આ લોકો પોતાનો ધંધો આગળ વધારી રહ્યા છે. ચેતવણી, મિત્રો આ પ્રકારની ટેકનીક ઘરે ન કરવી. કારણકે જે લોકો આ ટેકનિકનો ઉપયોગ કરે છે તે લોકો વર્ષોથી આ ટેકનિક ને જાણે છે. તેથી તેઓ આ ટેકનિકનો સારી રીતે ઉપયોગ કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*