મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હોય. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક પોલીસ જીપે બાઇક સવાર વ્યક્તિને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ પોલીસના લોકો માનવા તૈયાર નથી કે અકસ્માત તેની કારના કારણે થયો છે.
સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, એક ઝડપી પોલીસ જીપે બાઈક સવાર વ્યક્તિને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.
સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે બાઈક સવાર વ્યક્તિ પોતાની બાઈક પેટ્રોલ પંપ તરફ વાળી રહ્યો હોય છે. આ દરમિયાન પાછળથી પુરપાડ ઝડપથી આવતી કંચનપુર પોલીસ સ્ટેશનની સરકારી જીપે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ મૃતકના મૃતદેહ પાસે પહોંચ્યા હતા. પરંતુ પોલીસે જણાવ્યું કે આ અકસ્માત તેમની જીપના કારણે નથી થયો.
દવા લેવા જઇ રહેલા બાઇક સવારે વ્યક્તિને પોલીસની જીપે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/tix7zzIDhp
— GUJJU ROCKZ (@gujju_rockz) July 9, 2022
આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ અજાણ્યા વાહન ચાલક સામે ગોતવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે ધોલપુર જિલ્લા પરિષદની બહાર બની હતી. આ ઘટનામાં 50 વર્ષે રમેશ નામના વ્યક્તિનું કરણ મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment