પાકીટ ખોવાઈ જતા એક વ્યક્તિએ મંદિરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટુંકાવ્યો, આ પગલું ભરતા પહેલાં વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું કે…

Published on: 10:05 am, Thu, 26 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ ઝાડ પર રસ્સો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો છે. આ વ્યક્તિના જીવ ટૂંકાવવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો. મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના મેરાઉ ગામે ઓરીજનલ કાગળિય સાથે ઉપર ખોવાઈ જતા એક યુવકે મંગળવારના રોજ બપોરે મતિયા દેવીના મંદિરના પ્રાંગણમાં આવેલા ઝાડ સાથે રસ્સો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હેમરાજભાઈ રતનશીભાઈ ખંભાલા હતું અને તેમની ઉમર 42 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ રાત્રે ઘરની આસપાસ હેમરાજભાઈનું પાકીટ ખોવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ પાકીટ કોઈ મહત્વના દસ્તાવેજ ના ઓરીજનલ કાગળીયા હતા.

જેના કારણે હેમરાજભાઈ ખૂબ જ ચિંતિત અને વ્યસ્ત બની ગયા હતા. તેથી તેમને છેલ્લે મંગળવારના રોજ બપોરે મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા ઝાડ પર રસ્સો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ લગભગ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હેમરાજભાઈ મોબાઇલમાં વોટ્સએપ સ્ટેટ્સમાં મિસ યુ ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી સોરી લખીને ઘરેથી નીકળી ગયા હતા. આ સ્ટેટસ જોઈને હેમરાજભાઈના પત્નીએ તેમના દિયરને તપાસ કરવા માટે કહ્યું હતું.

તેથી મૃતકનો ભાઈ આસપાસ તપાસ શરૂ કરે છે અને તપાસ દરમિયાન એક ઝાડ સાથે હેમરાજભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઓરીજનલ કાગળિયા સાથેનું પર ખોવાઈ ગયું છે તેવો મેસેજ હેમરાજભાઈ પોતાના મિત્ર મંડળના ગ્રુપમાં કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાકીટ ખોવાઈ જતા એક વ્યક્તિએ મંદિરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટુંકાવ્યો, આ પગલું ભરતા પહેલાં વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*