એક વ્યક્તિએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી, ત્યારબાદ પોલીસ સ્ટેશન તરફ ભાગ્યો – જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો

70

મધ્યપ્રદેશની એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના અનુપપુરના જૈતહરીની આ ઘટના છે. અહી એક ઓટો ડ્રાઈવર પોલીસ સ્ટેશનની સામે જ પોતાના શરીર પર આગ લગાવી દીધી હતી અને સળગતું શરીર લઈને પોલીસ સ્ટેશન તરફ દોડ્યો હતો.

અને તે યુવક સળગતો પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશ્યો ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા તેના પર શરીર પર ધાબળા નાખીને આગને બુઝાવવામાં આવી હતી. અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

 

મળતી માહિતી અનુસાર ઓટો ડ્રાઈવર એ પોલીસ સુધી પહોંચવા માટે આ પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટના શુક્રવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર યુવતીએ પોલીસ સ્ટેશનથી લગભગ 25 મીટર દૂર પોતાની ઓટો પાર્ક કરી.

થોડીક વાર બાદ તે સળગતો ઓટો માંથી બહાર નીકળ્યો અને સામે પોલીસ સ્ટેશન તરફ દોડવા લાગ્યો.  મળતી માહિતી અનુસાર 9 સપ્ટેમ્બરના રોજ દુર્ગેશ ચૌધરી, શિવમ ઉપાધ્યાય અને પ્રકાશ શુક્લા વચ્ચે પૈસાની લેવડ-દેવડનો વિવાદ ચાલી રહ્યો હતો.

જેને લઇને ફોટો ચાલે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ પોલીસ તરફથી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે આરોપીનું મનોબળ વધી ગયું હતું. મળતી માહિતી અનુસાર રિક્ષાચાલકનું નામ મુરારી છે.

13 સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ મુરારી સાથે માથાકૂટ કરી હતી અને તેની સાથે લૂંટ પણ કરી હતી. ત્યારે પણ તેને પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે જ્યારે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી. જેને લઇને મુરારી શુક્રવારના રોજ આ પ્રકારની હરકત કરી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ઓટો ચાલક પોતાના શરીર પર લગાવીને પોલીસ સ્ટેશન તરફ દોડી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!