મિત્રો તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં બે મનુષ્ય વચ્ચેની મિત્રતા વિશે જરૂર સાંભળ્યું હશે. આ દુનિયામાં મિત્રતા તો ખૂબ જ વખણાય છે. મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે મિત્રતા માત્ર બે મનુષ્ય વચ્ચે જ નથી થતી પરંતુ કુદરત અથવા તો વન્ય જીવો સાથે પણ થઈ શકે છે. ત્યારે આજે આપણે એક મનુષ્ય અને એક વન્ય જીવની અનોખી મિત્રતા વિશે વાત કરવાના છીએ.
આ મિત્રતા વિશે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ સૌંદર્યથી ભરપૂર છે. તો ત્યારે આજે આપણે ગીરના સાવજ અને એક વ્યક્તિની મિત્રતા વિશે વાત કરવાના છીએ. મિત્રો ગીરના જંગલને ગાંડી ગીરની નગરી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ગીરમાં આવતા જ વ્યક્તિ ગીરના જંગલની સૌંદર્યતા અને સિંહનાપ્રેમમાં ગાંડો ઘેલો થઈ જાય છે.
આજે આપણે એક માલધારી યુવક અને ગીરના સાવજની મિત્રતાની વાત કરવાના છીએ. મિત્રો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે વર્ષ 1970માં માલધારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 1965માં ગીરના ક્ષેત્રને સિંહના અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં વસતા ગીરના માલધારીઓને થોડાક વર્ષોમાં અન્ય જગ્યા પર મોકલવામાં આવ્યા હતા.
અભ્યારણોના કારણે અનેક માલધારીઓ અને ગેરનું જંગલ છોડીને જવું પડ્યું હતું. મિત્રો સાવજ અને માલધારીઓ માટે ગીરનું જંગલ એક ઘર છે. જેમાં સિંહના ઘર માટે માલધારીઓએ ગીરનું જંગલ છોડી દીધું હતું. ત્યારે ગીર ક્ષેત્રમાં રિસર્ચની કામગીરી માટે પોલ જોસલીન હતા. રિસર્ચની કામગીરી માટે મદદરૂપ બને તે માટે તેમને એક ચારણ માલધારી જીણા નાના ઠાકારીયાને સાથે રાખ્યા હતા.
આ સમયમાં ગીરના જંગલોમાં “ટીલિયા” નામનો એક સાવજ ખૂબ જ લોકપ્રિય હતો. મિત્રો એવું કહેવામાં આવતું હતું કે ટીલીયા નામનો સાવજ 1955 થી 60 સુધીમાં ગીરના જંગલનો સૌથી શક્તિશાળી સિંહ હતો અને ગીરનો રાજા પણ કહેવાતો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે જીણાભાઈ અને ટીલીયા સિંહની અનોખી મિત્રતા હતી. બંનેને એકબીજા વગર ચાલતું ન હતું.
જ્યારે જીણાભાઈ સુતા હોય ત્યારે સિંહ આવીને તેમની બાજુમાં સુઈ જતો હતો. મિત્રો એક વખત જ્યારે જીણાભાઈ શાંતિથી આરામ કરી રહ્યા હતા. ત્યારે નાનો ટીલીયો તેમની બાજુમાં આવીને સૂઈ જાય છે. આ દરમિયાન જીણાભાઈ ઘણી ઊંઘમાં હતા. એટલે તેમને ખ્યાલ ન રહ્યો અને બાજુમાં સુતેલા ટીલીયાનો હાથ જીણાભાઈની નીચે દબાઈ ગયો હતો. જેથી ટિલિયો કાવકાવ કરવા લાગ્યો.
જેનો અવાજ સાંભળીને નાના ટીલિયાની માં ગંગા બેઠી થઈ ગઈ. અને ગંગાએ ગુસ્સામાં ભરાઈને પોતાનો પંજો જીણાભાઈની છાતી પર મૂક્યો હતો અને તેમના પર ત્રાડ પાડી હતી. ત્યારે જીણાભાઈ જરાક પણ મૂંઝાયા વગર આંખ બંધ કરીને બોલ્યા કે “હે ગંગા…તું પણ શું…હું તો જીણો છું જીણો…, આ વાત સાંભળીને ગંગા શાંત પડી જાય છે અને પોતાનો પંજો પાછો લઈ લે છે. મિત્રો આવા તો જીણાભાઈના ઘણા કિસ્સાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment