પ્રેમીએ પોતાની પ્રેમિકાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા, પછી 18 દિવસ સુધી કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આવી ઘટના તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય. આ ઘટનામાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ ઘટનામાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા નો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના શરીરના 35 ટુકડા કરી દીધા.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 6 મહિના જૂની છે. આજરોજ પોલીસે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલી મહિલાનું નામ શ્રદ્ધા હતું અને તે મુંબઈના વલાદ વિસ્તારની રહેવાસી હતી. શ્રદ્ધા પોતાના પ્રેમી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ દર્દનાક ઘટના દિલ્હીમાં બની હતી. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયા ને જણાવ્યું હતું કે, પ્રેમિકાનો જીવ લીધા બાદ આરોપી આફતાબે પ્રેમિકાના મૃતદેહને 35 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ 18 દિવસ સુધી દિલ્હીની અલગ અલગ જગ્યાઓ ઉપર પ્રેમિકાના મૃતદેહના ટુકડા ફેંક્યા હતા.

હાલમાં ફોરેન્સિકની ટીમ મૃતદેહની માહિતી અધિકારી રહે છે. મળતી માહિતી અનુસાર શ્રદ્ધાના પિતાએ 8 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. FIR મુજબ 26 વર્ષીય શ્રદ્ધા વોકર મુંબઈના મલાડ વિસ્તારમાં સ્થિત એક બહુરાષ્ટ્રીય કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી.

અહીં શ્રદ્ધાની ઓળખાણ એક આફતાબ અમીન નામના વ્યક્તિ સાથે થઈ હતી. થોડા દિવસો બંને મુંબઈ રહ્યા હતા અને ત્યારબાદ બંને દિલ્હી પાછા આવ્યા હતા અને અહીં બંને સાથે રહેવા લાગ્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, જ્યારે શ્રદ્ધાએ આફતાબ પર લગ્નનું દબાણ કર્યું ત્યારે તેને શ્રદ્ધાનો જીવ લેવાનું ઘડીયું હતું.

ત્યારબાદ તેને શ્રદ્ધાનો જીવ લઈ લીધો હતો અને તેના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર પૂજપરજ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, પોલીસથી બચવા માટે તેણે મૃતદેહના ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા. અને શ્રદ્ધાના જીવ લેવાનું કારણ લગ્ન માટેનું દબાણ જણાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*