આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથમાંથી સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં જંગલી પ્રાણીઓ અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. ક્યારે ગઈકાલે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રિના સમયે બાળક ઘરની બહાર આવતા જ દીપડો તરાપ મારી બાળકને ઉઠાવી ગયો હતો.
ત્યારબાદ આખી રાત કલાકો સુધી શોધખોળ કર્યા બાદ શેરડી ના ખેતરમાંથી બાળકનું મૃતદેહ મળી આવતા પરિવારજનો શોકમાં મુકાઈ ગયા હતા. ત્યારે સવારે ફરી એ જ દિપડો વૃદ્ધા પર હુમલો કરી નાસી છૂટ્યો હતો, ઇજાગ્રસ્ત વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની જાણ વન વિભાગને થતા આ વિસ્તારમાં દીપડાને પુરવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા.બાળકના માથા તેમજ ગળાના ભાગે દીપડાએ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાળકના મૃતદેહને કોડીનાર સરકારી હોસ્પિટલ અર્થે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે બાળકના મોત બાદ દીપડાએ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વૃદ્ધ મહિલા લક્ષ્મી સામતભાઈ નકુમ પોતાના ઘરની લોબીમાં સુતા હતા. ત્યાં દીપડો આવી વૃદ્ધા પર હુમલો કરતા માથા તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે દીપડાએ રાત્રિના બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહેલી સવારે વૃદ્ધા પર હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હુમલાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. આ ઘટનાને લઇ વન વિભાગે વાડી વિસ્તારમાં દીપડાને પકડવા માટે આઠ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment