સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ડમ્પર ચાલકે મહિલા કોન્સ્ટેબલને કચડી નાખી હતી. આ કારણસર મહિલા કોન્સ્ટેબલનું દર્દનાક મોત થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મહિલા કોન્સ્ટેબલનું મોત થતા જ બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ચાર રસ્તા નજીક પ્રેમીલાબેન નામના મહિલા કોન્સ્ટેબલનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું. અહીં એક સર્કલ પર એક ડમ્પર ચાલાકે મોપેડ પર જતી મહિલા કોન્સ્ટેબલને કચડી નાખી હતી.
ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ઈચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા મહિલા કોન્સ્ટેબલનું નામ પ્રેમીલાબેન કમજીભાઈ નિનામ હતું અને તેમની ઉંમર 31 વર્ષની હતી. તેઓ છેલ્લા છ વર્ષની પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જાણવા મળી રહ્યું છે કે તેઓ ડીસીપી ટ્રાફિક કચેરીએ મિટિંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
સુરતમાં મોપેડ પર સવાર મહિલા કોન્સ્ટેબલને ડમ્પર ચાલકે કચડી નાખી, મહિલાનું રીબાઈ રીબાઈની મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/Y6FB4wuva5
— GUJJU ROCKZ (@gujju_rockz) September 22, 2023
ત્યારે એક ડમ્પર ચાલકે તેમને કચડી નાખ્યા હતા અને આ ઘટનામાં તેમનું મોત થયું હતું. પ્રેમીલાબેનના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક 9 વર્ષનો દીકરો અને એક 7 મહિનાની દીકરી છે. આ ઘટના બનતા જ બે નાના નાના બાળકોઓ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment