સુરત શહેરમાં થોડા દિવસો પહેલા એક દર્દનાક ઘટના બની હતી. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાના ચાલી રહેલા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં 40 ફૂટ ઊંડા ટાંકામાં એક મજૂરી યુવકનું મૃતદેહ મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્ટેકવેલ ઉપર બનાવેલા હોલ પર આડાસ ઉભી ન હોવાના કારણે મજૂરી યુવક નીચે પડી ગયો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક પરિવારનો એકનો એક દીકરો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં લો લેવલે બ્રિજ નજીક વિસ્તારમાં ઇન્ટેકવેલની કામગીરી ચાલી રહી છે. આ સાઇડ ઉપર કામ કરી રહેલા મંથન નામના યુવકનું મૃતદેહ 40 ફૂટ ઊંડા ટાંકા માંથી મળી આવ્યું હતું. ત્યારબાદ મંથનના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું.
આ ઘટના મોડી રાત્રે બની છે. મંથને છેલ્લી વખત ફોન પર કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી તેવું જાણવા મળી રહ્યું છે. મૃત્યુ પામેલો મંથન મહેશભાઈ વ્હોનિયા દાહોદનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તે તેના માતા-પિતાનો એકનો એક જ દીકરો હતો.
એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મોડી રાત થઈ ગઈ છતાં પણ મંથન ઘરે આવ્યો ન હતો તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના લોકોને 40 ફૂટ ઊંડા ટાંકામાં મંથન દેખાયો હતો.
જે જગ્યાએ આ ઘટના બની તે સાઇડનું કામ હાલમાં બંધ છે. મૃત્યુ પામેલો મંથન આ સાઇડ ઉપર કામ કરતો હતો નહીં. મોડી રાત્રે મંથન શા માટે આવ્યો હોય છે અને અહીંયા તેની સાથે શું થયું હશે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment