હાલમાં દિવાળીનો તહેવાર છે ત્યારે ફરી એક પરિવારની દિવાળી બગડી છે. સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર તરીકે કામ કરતા 30 વર્ષે યુવકને ડેન્ગ્યુ થયો હતો અને ત્યારબાદ તેની તબિયત લઠડી હતી અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં બે દિવસની સારવાર બાદ આજે યુવકનું મૃત્યુ થયું છે
અને યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.મિત્રો મળતી માહિતી મુજબ સુરતના કડોદરા સ્થિત હરિકૃષ્ણ સોસાયટીમાં 30 વર્ષીય રાજુભાઈ રમેશભાઈ પવાર અને તેમની પત્ની માતા અને ભાઈ ભાભી સાથે સુખ જ જીવન જીવતા હતા. રાજુ પવાર રત્નકલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ થતા હતા.
3 નવેમ્બરના રોજ તેમને જબરદસ્ત તાવ આવ્યો અને ત્યારબાદ તેમને નજીકના દવાખાનેથી દવા લીધી પરંતુ તબિયત સારી ન થતા તેઓનો રિપોર્ટ કરવામાં આવ્યો અને ત્યાં ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું.રાજુ પવારની વધુ તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ 6 નવેમ્બરના રોજ ખસેડવામાં આવ્યા હતા
અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રાજુભાઈ ના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા અને દિવાળી નજીક આવતા જ પરિવારના દીકરાનું મૃત્યુ થતાં પરિવાર દુઃખના માહોલમાં છે.રાજુ પવારના સંબંધીએ જણાવ્યું કે તે છેલ્લા પાંચ થી છ દિવસથી બીમાર હતા
અને તેમને તાવ આવતો હતો અને રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું અમને જાણવા મળ્યું હતું ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમે લઈ ગયા હતા અને ત્યાં તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેઓને સાથે સાથે હિચકી પણ આવતી હતી અને શરીરમાં પાણી ઘટી ગયું હતું. તેમના ભાઈને બીજી કોઈ બીમારી હતી નહિ અને હીરામાં કામ કરીને તેઓ 60 હજાર જેટલા પૈસા પણ કમાતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment