લખીમપુર ખીરીમાં પુરઝડપે આવી રહેલી એક જીપ કારે રોડ પર ચાલી રહેલા ખેડૂતોને લગાવી ટક્કર, જુઓ વિડિયો…

61

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે વિરોધ કરનારા ખેડૂતો સાથે બનેલી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફૂલ ઝડપથી આવી રહેલી જીપ કારે રોડ પર ચાલી રહેલા ખેડૂતોને ટક્કર લગાવી હતી.

ઘટનાના વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેડૂતો હાથમાં લીલા ઝંડા લઈને આગળ વધી રહ્યા છે. ત્યારે પાછળથી એક જીપ કાર સાયરન વગાડતી આવે છે અને રોડ પર ચાલી રહેલા ઘણા ખેડૂતોને ટક્કર લગાવીને ત્યાંથી પસાર થઈ જાય છે.

જીપની ટક્કર ના કારણે ઘણા ખેડૂતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીપની ટક્કર બાદ એક વૃદ્ધ ખેડૂત બોનેટ પર ઉતરીને પડે છે અને ત્યારબાદ તે નીચે પડી જાય છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની ટક્કર લગાવવાની ઘટના માં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મૃત્યુ થયા છે. ખેડૂતો સાથેની આ ઘટનાનો વીડિયો સામે આવતા જ વિપક્ષના નેતાઓ એ ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિતના ઘણા નેતાઓએ આ વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. પરંતુ પોલીસ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી. ઉપરાંત આ વિડીયો યુપી કોંગ્રેસના હેન્ડલ પરથી પણ ટ્વિટ કરવામાં આવ્યો છે.

દેશના ખેડૂતો પર આ રીતની ઘટનાનો વીડિયો જોઈને ઘણા લોકો ખુબજ ગુસ્સામાં ભરાઈ ગયા છે. અને ઘણા વિપક્ષના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટી પર અનેક પ્રહાર કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!