ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દાંતાવાડાના નાંદોત્રા ઠાકોર વાસમાં નવરાત્રી દરમિયાન એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ઘટનાને લઈને એક ખૂબ જ મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પતિએ પોતાની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાંતાવાડાના નાંદોત્રા ઠાકોર વાસના ગોપાળસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના પહેલા વડગામ તાલુકાના અંધારીયાના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની દીકરી કીસુબા જોડે થયા હતા. મળતી માહિતી અનુસાર નવરાત્રીના દિવસોમાં ગરબા જોઈને પરત આવતી વખતે અકસ્માતમાં કીસુબા મૃત્યુ થયું છે.
આ અંગે પોલીસને જાણકારી મળી હતી. દીકરીના મૃત્યુને લઈને પિયર પક્ષના લોકોને શંકાઓ હતી તેથી તેમને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કીસુબાનો જીવ તેના જ પતિ ગોપાળસિંહ વાઘેલાએ લીધો છે.
મૃત્યુ પામેલી કીસુબાની વિધવા માતાને પુત્રીની સાસુએ કહ્યું હતું કે, 4 ઓક્ટોબરના રોજ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ દીકરી અને જમાઈ ગરબા જોવા ગયા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતની ઘટનામાં દીકરીનું મૃત્યુ થયું હતું. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારના લોકો નાંદોત્રા ઠાકોર વાસ ગામ પહોંચી ગયા હતા.
ત્યારબાદ સામાજિક રિત રિવાજ મુજબ અંતિમવિધિ કરી વહેલી સવારે 4:00 વાગે અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર આરોપી ગોપાળસિંહ વાઘેલાએ પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીના કપાળના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો આવું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ચાર ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે બની હતી. સમગ્ર ઘટનાના પુરાવા નાશ કરવા માટે વહેલી સવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment