ગારિયાધારના માંગુકા ગામે એક પતિએ પોતાની પત્ની નો જીવ લઈ લીધો, જાણો આવું તો શું થયું કે પતિએ ભરવું પડ્યું આ પગલું…

57

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંગુકા ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ માંગુકા ગામ માં એક પતિએ પોતાની પત્ની નો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર ગારીયાધાર તાલુકાના નાગડકા ગામે જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે.

અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 65 વર્ષના જીવરાજભાઈ અને તેમના પત્ની તેજુબેન વચ્ચે ઘરકંકાસ ને લઈને મોડી રાત્રે તેમની વચ્ચે માથાકુટ થઇ હતી.

ત્યારે જીવરાજભાઈ પોતાની પત્ની નો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પતિ પોતાની પત્નીનો જીવ લઈને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભત્રીજા તુલસીદાસ રામજીભાઈ રાઠોડે તેના કાકાજીની વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે પત્નીએ ભત્રીજા ને જણાવ્યું હતું કે મારે તારા કાકા સાથે ઘણા સમયથી અબોલા હતા.

હું જ્યારે રાત્રે ઘરે સુતી હતી અને મારી બાજુમાં જીતુભાઈ ની દીકરી રેસમાં સૂતી હતી ત્યારે તારા કાકા મારી પાસે આવ્યા અને માથાકૂટ કરવા લાગ્યા. અને ત્યારબાદ જીવરાજભાઈ તેમની પત્ની નો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!