મિત્રો થોડાક દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક પતિએ પોતાની ગર્ભવતી પત્ની સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઘટનામાં પતિએ પોતાની 6 માસની ગર્ભવતી પત્નીનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ કોઈને ખબર ન પડે તેમ પત્નીના મૃતદેહને જંગલમાં દફનાવી દીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના કર્ણાટકના દાવંગેરે જિલ્લામાંથી સામે આવી રહી છે. આરોપી પતિનું નામ મોહનકુમાર છે અને તેની ઉંમર 25 વર્ષની છે. મળતી માહિતી અનુસાર મોહનકુમારના માતા-પિતા પણ ફરાર છે અને પોલીસ તેમની પણ શોધખોળ કરી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ ચંદ્રકલા ઉર્ફે રશ્મી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી.
ચંદ્રકલા અને મોહન કુમારના લગ્ન ગયા વર્ષે થયા હતા. લગ્ન થઈ ગયા બાદ શરૂઆતના દિવસોમાં જ બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મોહનકુમાર હંમેશા પોતાની પત્ની ચંદ્રકલા ના ચારિત્ર પર શંકા કરતો હતો અને તેને દહેજ લેવા માટે તેના પર દબાણ કરતો હતો. ચંદ્રકલા કોઈની પણ સાથે વાતચીત કરે તો મોહનકુમાર તેની પૂછપરછ કરતો હતો અને ગેરકાયદેસર સંબંધ હોવાના આરોપણ પોતાની પત્ની ઉપર લગાવતો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ચંદ્રકલાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને પોતાના માતા પિતાને ફોન કર્યો હતો. ત્યારબાદ ચંદ્રકલા પોતાના પિયરમાં જતી રહી હતી. માતા પિતાએ ચંદ્રકલાને સમજાવીને ફરી એક વખત સાસરે મોકલી હતી. મળતી માહિતી અનુસાર દોઢ મહિના પહેલા મોહન કુમારે ઝઘડા દરમિયાન પોતાની પત્ની ચંદ્રકલાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.
ત્યારબાદ કોઈને ખબર ન પડે તેમ પોતાની પત્નીના મૃતદેહને જંગલમાં દાટી દીધું હતું. પછી મોહન કુમારે ચંદ્રકલાના માતા પિતાને કહ્યું હતું કે ચંદ્રકલા અચાનક ગુમ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર 10 ઓક્ટોબરના રોજ ચંદ્રકલા ગુમ થાય છે તેવી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે કોઈ પુરુષ સાથે ભાગી ગઈ છે.
પરંતુ ચંદ્રકલા ના માતા પિતાને શંકા હતી કે તેના જમાઈ જ તેની દીકરી સાથે કંઈક કર્યું છે. આ બાબતને લઈને ચંદ્રકલાના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ચંદ્રકલા જે દિવસે ગુમ થઈ તે દિવસે તેનો પતિ કાર લઈને સવારે બે વાગ્યાની આસપાસ બહાર નીકળ્યો હતો.
ત્યારબાદ પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો અને તેની કડક પૂછપરછ કરી ત્યારે આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આરોપી પતિએ જણાવ્યું કે તેને પોતાની પત્નીનો જીવ લઈને જંગલમાં તેનું મૃતદેહ દાટી દીધું હતું. ત્યારબાદ પોલીસે દાટેલું મૃતદેહ બહાર કાઢ્યું અને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment