બાઈક પર જતા પતિ-પત્નીને ઝડપી કાર ચાલકે કચડી નાખતા બંનેનું કરુણ મોત… ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી…

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે શનિવારના રોજ મોડીરાત્રે બનેલી તેવી અકે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કારની ટક્કરના કારણે બાઇક પર સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 40 વર્ષનો વીરસિંહ નામનો યુવક શનિવારના રોજ રાત્રિના સમયે પોતાની પત્ની સાથે બાઈક પર જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં સામેથી આવતી એક સફેદ કારે તેમની બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં વીરસિંહ અને તેમની પત્ની મુકેશ દેવીનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઘટના બનતા જ ત્રણ માસુમ સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. પતિ-પત્નીનું એક સાથે મોત થતા તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ મોટી સંખ્યામાં ગામના લોકો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે મૃતકના સંબંધીઓ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*