આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે પતિની નજર સામે પત્નીનું મોત થઈ ગયું છે. પતિ-પત્ની બાઈક પર જઇ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પત્ની ટ્રકના પાછળના ટાયરની નીચે કચડાઈ ગઈ હતી. આ કારણોસર પત્નીનું પતિની નજર સામે કમકમાટીભર્યું મોત થયું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે GJ 36 VI 0032 નંબરના ટ્રક ના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગઈકાલે શનિભાઈ નામના વ્યક્તિ પોતાની ધર્મપત્ની શિવાની સાથે પોતાની બાઇક લઈને દવાખાને ગયા હતા. દવાખાનેથી તેઓ જાડેશ્વર મંદિરે દર્શન કરવા માટે જતા હતા. મંદિરે દર્શન કરીને તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક ટ્રક ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં શનિભાઈ ની નજર ની સામે શિવાનીબેન ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકનો ચાલક ઘટનાસ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા શિવાની બેનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે શિવાની બેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઉપરાંત પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment