ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મહાદેવના દર્શન કરીને ઘરે જતા પતિ-પત્નીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત અટલો ભયંકર હતો કે પતિ-પત્નીનું એક સાથે કરુણ મોત થયું હતું. એક જ ઝટકામાં એક જ પરિવારના બે સભ્યોના મોત થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
વિગતવાર વાત કરીએ તો, ભાવનગરમાં રહેતા પતિ-પત્ની કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પતિ-પત્ની બપોરના સમયે બાઈક પર ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર મહિલાનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.
જ્યારે ઘટનામાં મહિલાનો પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનો પણ મોત થયું હતું. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરમાં કબીર આશ્રમ નજીક રહેતા મનોજભાઈ જેંતીલાલ ડોડીયા તેમની પત્ની વીણાબેન મનોજભાઈ ડોડીયા સાથે કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. મનોજભાઈ દર્શન કરીને બાઈક પર પોતાની પત્ની સાથે ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં મનોજભાઈની નજરની સામે તેમના પત્ની વીણાબેનનું મોત થઈ ગયું હતું. જ્યારે મનોજભાઈ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પછી આસપાસના લોકો મનોજભાઈને સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનોજભાઈનું પણ મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment