ઉનાળાની સીઝન શરૂ થતા દર વર્ષે લીંબુના ભાવમાં વધારો થતો હોય છે જે આપણા માટે કોઈ નવાઈની વાત નથી. પરંતુ આ વર્ષે લીંબુના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં તેના ભાવ વધે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ખેડૂતોને વધારે ભાવ મળે તો ચિંતા નો વિષય જ નથી પરંતુ વચેટીયાઓ જ્યારે લીંબુની માંગ ઉભી કરીને વધારે ભાવ મેળવવાની લાલચ રાખે છે એ તમામ લોકોને સમસ્યા છે.ઉનાળાની સીઝન પહેલા અથવા પછી લીંબુનો ભાવ સામાન્ય રીતે 30 થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો હોય છે
ત્યારે દર વર્ષે ઉનાળાની સીઝન આવતા લીંબુના ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચતા હોય છે પરંતુ જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ લીંબુના ભાવ હાલમાં 200 થી 235 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયા છે અને હજુ પણ નિષ્ણાતો કહે છે કે લીંબુના ભાવ વધવાની સંભાવના છે
તો હવે આપણે વિચારવાનું કે એક કિલો લીંબુ માટે માર્કેટમાં કેટલા રૂપિયા ચૂકવવા પડશે. જોકે અમુક લોકો લીંબુની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માટે આપને વિનંતી છે કે આપણે હંમેશા લીંબુનો જ ઉપયોગ કરવો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment