અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આજ રોજ હવે સામાન્ય જનતા માટે મંદિર ખોલી દેવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામલલ્લાના દર્શન કરવા માટે આજરોજ સવારે ત્રણ વાગ્યાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિરની બહાર જોવા મળી રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આજરોજ વહેલી સવારેથી જ અયોધ્યાના રસ્તાજામ થઈ ગયા છે અને ચારેય બાજુ શ્રદ્ધાળુઓ જ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે રામ મંદિર પહોંચ્યા છે.
સવારના 03:00 વાગ્યાથી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. દર્શન કરવા માટે હજારો લોકોની ભીડ જામી છે અને આવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન બગડે એટલે નાના નાના ગ્રુપમાં શ્રદ્ધાળુઓને દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.
આટલું જ નહીં પરંતુ દરેક શ્રદ્ધાળુઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ભીડ આટલી વધી ગઈ છે કે પોલીસની સાથે હવે RAF કમાન્ડો ની ટીમને પણ ત્યાં કહેનાત કરવામાં આવી છે. જેના કારણે વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચુક ન થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment