સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લોકોને પ્રાણીઓના શિકારના વિડીયો વધારે પડતા પસંદ આવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ખૂંખાર દીપડા અને ગાયનો વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં શિકાર દરમિયાન એક દીપડાય કંઈક એવું વર્તન કર્યું કે વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટનાનો વિડીયો કારની અંદર બેઠેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો.
વાયરલ થયેલા વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે, એક ખુખાર દીપડો ઘાસ ખાતી ગાયની પાછળ ચૂપચાપ બેઠેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાય આરામથી ઘાસ ખાતે જોવા મળી રહી છે. વિડીયો જોતા સૌપ્રથમ એવું લાગ્યું કે ખૂંખાર દીપડો ગાય ઉપર પાછળથી પ્રહાર કરીને તેનો જીવ લઈ લેશે.
પરંતુ થોડીક વાર બાદ દીપડો ગાયની તરફ આગળ વધે છે પરંતુ ગાયને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. આટલું જ નહીં પરંતુ દીપડો ગાયની નજરની સામે તેની આગળથી પસાર થઈ જાય છે. આ દરમિયાન ગાય માતા પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી અને તેઓ પોતાની જગ્યા ઉપર શાંતિથી ઊભા રહે છે.
ખૂંખાર દીપડાનુ આ વર્તન જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. દિપડો એક એવું પ્રાણી છે જે પોતાના શિકારને કોઈ દિવસ છોડતો નથી. પરંતુ આ વિડીયો જોઈને તમને નવાઈ લાગશે કારણ કે ખૂંખાર દીપડો ગાય માતાનો શિકાર કરતો નથી અને ત્યાંથી ચૂપચાપ જતો રહે છે.
View this post on Instagram
વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર vikrantsmaik નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 16,000 કરતાં પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે અને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment