મિત્રો તમે સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ખાસ કરીને જંગલી પ્રાણીઓના શિકારના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં જંગલી પ્રાણીઓનું ટોળું શાકાહારી પ્રાણીનો શિકાર કરતો હોય છે.
પરંતુ અમુક વખત જંગલી પ્રાણીઓને શાકાહારી પ્રાણીનો શિકાર કરવો ભારે પડી જતો હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સિંહણોના ટોળાને એક ભેંસનો શિકાર કરવો ભારે પડી ગયો હતો. ભેંસનો બાટલો ફાટતા સિંહણો સાથે કંઈક એવું કર્યું કે વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ભેંસ જમીન પર બેઠેલી જોવા મળી રહે છે. તેની આજુબાજુ સિંહણનું મોટું ટોળું તેનો શિકાર કરવા માટે આવી પહોંચ્યું છે. આ દરમિયાન ત્યાં અન્ય એક ભેંસ આવી પહોંચે છે અને પછી તો કંઈક એવું થાય છે કે વીડિયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.
સિંહણોનું ટોળું ભેગું થયું હોય ત્યાં અચાનક જ એક ભેંસ દોડતી દોડતી આવે છે અને એક સિંહણ ઉપર જોરદાર પ્રહાર કરે છે. ભેંસ સિંહણને ઉપાડી ઉપાડીને જમીન પર પટકે છે. જેના કારણે ત્યાં ઉભેલી બાકીની સિંહણો પણ ખૂબ જ ડરી ગઈ હતી અને તે પણ ભેંસનો શિકાર કરવા માટે આગળ આવી ન હતી.
ગુસ્સામાં ભરાયેલી ભેંસ સિંહણને પાંચથી છ વખત ઉપાડીને જમીન પર પટકે છે અને ત્યારબાદ ભેંસ ત્યાંથી જતી રહે છે. ડરના કારણે સિંહણ પણ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગવા લાગે છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Vicious! 💀 pic.twitter.com/kI5S0BPlPE
— Vicious Videos (@ViciousVideos) March 7, 2023
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર Vicious Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વિડિયો જોઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કેટલાક લોકો તો ભેંસની હિંમતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment