માથાકૂટ થતા ટ્રક ડ્રાઈવર 24 વર્ષના યુવકને તેની માતાની નજરની સામે પતાવી દીધો… યુવકને એવું દર્દનાક મોત આપ્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાવ નાની એવી વાતમાં થયેલી બોલાચાલીમાં એક ટ્રક ચાલકે લોખંડના સળિયાથી સ્કુટી સવાર યુવક ઉપર પ્રહાર કર્યા હતા. આ કારણોસર યુવકનું મોત થઈ ગયું છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રક ચાલકે યુવકને બચાવવા આવેલી તેની માતા ઉપર પણ પ્રહાર કર્યા હતા.

પરંતુ તેની માતાએ હેલ્મેટ પહેર્યું હતું, એટલે તેનો જીવ બચી ગયો છે. ટ્રક ચાલકે સૌપ્રથમ યુવકના માથા ઉપર લોખંડના સળિયા વડે પ્રહાર કર્યા હતા. ત્યાર પછી યુવકને ખસેડીને રસ્તાની બીજી બાજુ પડેલા એક ટ્રકની પાસે લઈ ગયો હતો. ત્યારબાદ તેને યુવકના શરીર ઉપર ટ્રક ચડાવી દીધો હતો અને તેને કચડી નાખ્યો હતો. આ કારણોસર યુવકનું ઘટનાસ્થળે રીબાઈ રિબાઈને મોત થયું હતું.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાં સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકનું નામ શિવમ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. શિવમનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. શિવમનો જીવ લીધા બાદ આરોપી ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

હાલમાં પોલીસે ટ્રક ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, શિવમ પોતાની માતા સાથે કોઈ કામ નથી બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમની સ્કૂટીને એક ટ્રક અડી ગયો હતો. જેને લઇને શિવમ અને ટ્રક ચાલક વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. બોલા ચાલી આટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા ટ્રકના ડ્રાઇવરે લોખંડના સળિયા વડે શિવમ ઉપર પ્રહાર કર્યા હતા.

જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન શિવમની માતા શિવમને બચાવવા માટે વચ્ચે પડી હતી. ત્યારે ટ્રક ચાલકે શિવમની માતા ઉપર પણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ટ્રકનો ડ્રાઇવર શિવમને ઘસડીને પોતાના ટ્રક પાસે લઈ ગયો હતો. પછી તેના શરીર ઉપર ટ્રક ચડાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ કારણોસર શિવમનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી શિવમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જે હાજર ડોક્ટરે શિવમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ફરાર થયેલા ટ્રક ચાલકની પણ શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*