હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. ગત રવિવારના રોજ મુંબઈના સાંતાક્રુઝ પૂર્વ ગેલેક્સી હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 28 વર્ષીય કિશન પ્રેમજીભાઈ હાલાઈ અને 25 વર્ષની રૂપલ કાંતિભાઈ વેકરીયા નામની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ કિશન અને રૂપાલની સગાઈ થઈ હતી.
આ ઘટના બનતા જ બે હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો માંડવી તાલુકાના રામપર વેકરા ગામના વતની અને હાલમાં કેનીયા નેરોબીમાં સ્થાયી થયેલા કચ્છી પટેલ પરિવારના કાંતિભાઈ ધનજીભાઈ વેકરીયા દર વખતની જેમ આ વખતે પણ પોતાના વતન આવ્યા છે. 20 દિવસ પહેલા તેઓ રામપર વેકરા ગામ આવ્યા હતા.
કાંતિભાઈની દીકરીની સગાઈ કિશન સાથે થઈ હતી. બંનેના લગ્ન આગામી જાન્યુઆરી મહિનામાં નેરોબીમાં થવાના હતા. દીકરીના લગ્ન હોવાથી કાંતિભાઈ ખરીદી કરવા અને પરિવારને મળવા માટે અહીં આવ્યા હતા. પાછા નેરોબી જવા માટે તેઓએ 25 તારીખે પટેલ ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંથી તેઓ ફ્લાઈટમાં મુંબઈ ગયા હતા.
મુંબઈમાં તેમની નેરોબી જવાની ફ્લાઈટ હતી. પરંતુ કાંતિભાઈની ફ્લાઈટ છુટી જતા એરલાઇન્સ કંપનીએ કાંતિભાઈ ઉપરાંત તેમની પત્ની, બંને દીકરીઓ અને જમાઈ કિશનને સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોટલમાં રહેવા માટે રૂમ આપી હતી.
ત્યારે અહીં હોટલમાં આગ લાગી હતી અને જેના કારણે આખી હોટલમાં ધુમાડો ધુમાડો થઈ ગયો હતો. જેના કારણે કાંતિભાઈ અને તેમના પરિવારની ગૂંગળામણને કારણે હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પછી તેમણે ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં કાંતિભાઈની દીકરી રૂપલ અને તેમના જમાઈ કિશને જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે હાલમાં કાંતિભાઈની તેમની પત્ની અને તેમની દીકરીની સારવાર ચાલુ છે. આ ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગઈકાલે એટલે કે બુધવારે મૃત્યુ પામેલા યુવક અને તેની મંગેતરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું ગામમાંથી જાણવા મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment