કેનેડા થી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખત તે બે પરિવારના આઠ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય પણ સામેલ હતો. હવે કેનેડા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક ગામનો હતો.
મૃતક પરિવાર ના પિતા, પુત્ર અને પુત્રી નો સમાવેશ થાય છે, પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસને ગુરૂવારના રોજ ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળી આવ્યા હતા. અમેરિકાના મોહ માં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. કેનેડા થી યુએસમાં ગેરકાયદેસર રીતે ઘુસિયા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી મારી ગઈ હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતા આઠ લોકોના મોત થયા છે, ચાર ભારતીય સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા.
જેમાં મહેસાણાના વિજાપુરમાં વસવાટ કરતું દંપત્તિ પણ સામેલ હતું. મહત્વનું છે કે ગુજરાતીઓની વિદેશ જવાનો મોહ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અમેરિકા થી કેનેડા ની બોર્ડર પર ચાર ગુજરાતીઓના મોત થયા છે, મહેસાણા જિલ્લાના ચાર લોકોને વિદેશ જવાની જીદ મૃત્યુ તરફ દોરી ગઈ હતી. વિજાપુર ના ડાભલા માણેકપુર ગામના ચાર લોકોના મોત થયા છે,
જાણવા મળ્યું છે કે મૃતકોમાં વિજાપુરના પતિ પત્ની અને બે બાળકો હતા. ઉલ્લેખનીય છે કે, ત્યારે હેલિકોપ્ટરથી સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે જેમની બોટ છે તે વ્યક્તિ તો ગૂમ છે. તેની શોધખોળ ચાલી રહી છે, અને જે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર બુધવારના રોજ રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું. બંને પરિવારો છે બોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે બોટ ખૂબ જ નાની હતી. આવી સ્થિતિમાં ભારે વરસાદ અને પવનને કારણે બોર્ડ પલટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વધારે આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment