હરિદ્વાર અસ્થિ વિસર્જન કરવા જઈ રહેલા ગુજરાતી પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… 2 લોકોના મોત, 10 લોકો ઈજાગ્રસ્ત…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે.

કે. એમ. પી એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે, અકસ્માત એટલો ભયંકર હતો કે તસવીરો જોઈને તમે પણ ધ્રુજી ઉઠશો.

વિગતવાર જાણીએ તો સાબરકાંઠા નો પરિવાર અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જતો હતો. આ દરમિયાન હરિયાણાના બહાદુરગઢ નજીક અકસ્માત નડ્યો હતો, જોકે આ ઘટનાના પગલે પરિવારજનો પર આફતના વાદળો ઘેરાયા છે.

આ બનાવ કે. એમ.પી એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો હતો. ટ્રક સાથે ક્ર્રુઝર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો પરંતુ બનાવને લઈ હરિયાણા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

હરિયાણાના બહાદુરગઢમાં સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના પરિવારના બે સભ્યોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે સભ્યો સાસુ અને વહુ હતા. તેમજ અકસ્માતમાં 10 વ્યક્તિને ઇજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*