ગુજરાતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે બે જિંદગી ખતમ થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે બનાસકાંઠામાં બે પૌત્ર સાથે દૂધ ભરવા જઈ રહેલા દાદાને એક ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં એક પૌત્ર અને દાદાનું મોત થયું છે.
જ્યારે એક પૌત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એક જ ઝટકામાં પરિવારના બે સભ્યોના મોત થતા પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ અકસ્માતની ઘટના અમીરગઢના રામજિયાણી પાટીયા પાસે બની હતી. અહીં એક દાદા અને બે પૌત્ર દૂધ ભરવા માટે જતા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઝડપી કારે ત્રણેય ઉડાડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં દાદા અને એક પૌત્રનું મોત થયું હતું. જ્યારે અન્ય એક પૌત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને અકસ્માતની ઘટના બન્યા બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં હીટ એન્ડ રનની ઘટનામાં બેના મૃત્યુ#Banaskantha #Hitandrun #CarAccident #roadaccident pic.twitter.com/HavTEq1jgb
— Navajivan News (@NewsNavajivan) August 16, 2023
દાદા અને બે પૌત્ર ઘરેથી નીકળ્યા બાદ પાલનપુર આબુ નેશનલ હાઈવે ક્રોસ કરે તે પહેલા એક ગાડીને ત્યાંથી પસાર થતા જોતા તેઓ સાઈડમાં ઊભા રહી ગયા હતા. પરંતુ આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ઝડપી કારે દાદા અને પૌત્રને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર દાદા અને એક પૌત્રનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા પૌત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment