ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમરેલીમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમરેલી શહેરમાં આવેલી શાંતાબા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પીને સુસાઇડ કર્યું હતું.
આ ઘટના બનતા જ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીએ અગમ્યા કારણોસર ઝેરી દવા પીને સુસાઇડ કર્યું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ ઉર્મિલાબેન ભીખાભાઈ દાફડા હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. ઉર્મિલા અમરેલીના શાંતાબા હોસ્પિટલમાં એકાદ દોઢ વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ઉર્મિલા અમરેલી તાલુકામાં આવેલ સરંભડા ગામની વતની અને હાલમાં ચિતલ રોડ શ્રી રંગ સોસાયટીમાં શેરી નંબર પાંચમાં રહે છે.
ઉર્મિલાએ ઘરમાં અનાજમાં નાખવાની દવા પીને સુસાઇડ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઉર્મિલાએ સુસાઇડ જેવું પગલું ભર્યું ત્યારબાદ ઉર્મિલાને સારવાર માટે ગજેરા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઉર્મિલાએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉર્મિલાના પિતાએ કહ્યું કે તેમની દીકરીએ અગમ્યા કારણોસર સુસાઇડ કરી લીધું છે. હાલમાં તો પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment