ઝાડ પર ઓઢણી બાંધીને ધોરણ-9 માં ભણતી યુવતીએ પોતાના પ્રેમી સાથે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું… જાણો સમગ્ર ઘટના…

મિત્રો પ્રેમી પંખીડાઓની જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કલોલ તાલુકામાં બનેલી તેવી એક ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના ઘુસર ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવની મંદિરના પાછળના સ્મશાન પાસે એક ઝાડ પર પ્રેમી પંખીડાઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર યુવક અને યુવતીએ ઝાડની ડાળી પર ઓઢણી બાંધીને એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતી. આ ઘટના બનતા છે સમગ્ર પથકના ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કલોલ તાલુકાના એક ગામની યુવતી અને ડેરોલ સ્ટેશન પાસે આવેલા ખંડીવાડ ગામના ગુનાહિત ભૂતકાળ ધરાવતા 22 વર્ષીય સતીષ જાલમભાઈ રાઠોડ પ્રેમ સંબંધમાં હતા. આ બંનેનો પ્રેમ સંબંધ સામાજિક સ્વીકાર નહીં થતા બંને ઘુસરના જંગલમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.

અહીં બંને એક ઝાડ પર ઓઢણી બાંધી હતી અને એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતા મૃતક યુવક અને યુવતીના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. બંને સાથે જેવી નહી શકતા આ પગલું ભર્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ યુવતીના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સતીષ રાઠોડ અને યુવતી મોડી રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*