દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં નાની ઉંમરના બાળકો સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.
મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી અને મૃત્યુનું કારણ પણ સામે આવ્યું નથી.
આ સુસાઇડની ઘટના રાજસ્થાનના અજમેરમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલી બાળકીનું નામ કેશ ભારતી હતું અને તેની ઉંમર માત્ર 11 વર્ષની હતી. બાળકી ગઈકાલે સાંજે 5:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં રૂમમાં ચુંદડી સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.
જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે દીકરી જોવા મળી નહીં. પછી પિતા રૂમમાં ગયા ત્યારે દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુસાઇડ પહેલા દીકરી ટીવી જોઈ રહી હતી અને પછી તેને સુસાઇડ કરી લીધું હતું.
સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, તેની દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે દીકરીની માતા કોઈ કામથી બહાર ગઈ હતી. દાદા દાદી ઘરમાં સૂતા હતા. ત્યારે દીકરી એક રૂમમાં ટીવી જોઈ રહી હતી. ટીવી જોયા બાદ દીકરીએ સુસાઈડ કરી લીધું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment