આજકાલ જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે યુવાનો અને યુવતીઓ નાની નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના હરદોઈમાં બની હતી. અહીં એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભર્યું તે પહેલા મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે સુસાઇડ કરવા જાય છે. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારે પોલીસની ઘટના સ્થળેથી યુવતીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
પોલીસને ઘટના સ્થળેથી યુવતીએ લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં યુવતીએ પોતાના મૃત્યુનો જવાબદાર પોતાના પ્રેમીને જણાવ્યો છે. યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેનો પ્રેમી તેની સાથે પ્રેમ કરવાનો ઢોંગ કરતો હતો અને તેનું શારીરિક શોષણ કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામેલી યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા મૃત્યુ માટે પ્રત્યુષ જવાબદાર છે, તેને મારી સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું. પછી મારી સાથે શારીરિક શોષણ કર્યું અને જ્યારે તેનું મન ભરાઈ ગયું ત્યારે તેને મને છોડી દીધી. તમે લોકો તેને છોડતા નહીં. વધુમાં યુવતીએ લખ્યું હતું કે, હું તેના વગર જીવી નથી શકતી પણ મરી તો શકું છું ને.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરીએ બીએ કર્યું હતું. તેનું ગામના પ્રત્યુષ નામના યુવક સાથે અફેર હતું. મારી દીકરી તેની સાથે લગ્ન કરવા માગતી હતી. રવિવારના રોજ રાત્રે હું ખેતરની દેખરેખ કરવા ગયો હતો. ત્યારે ઘરે મારી નાની દીકરી અને મારી પત્ની પણ હાજર હતા. દીકરીએ રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
વધુમાં યુવતીના પિતાએ જણાવ્યું કે, સોમવારના રોજ દીકરી જ્યારે રૂમમાંથી બહાર ન આવી, ત્યારે મારી પત્ની દીકરીને જગાડવા માટે ગઈ હતી. ત્યારે રૂમમાંથી દીકરીનું મૃતદે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ અમે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી યુવતીએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ પોતાના મૃત્યુનો જવાબદાર તેના પ્રેમીને જણાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment