અમદાવાદમાં સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સ કાયાકિંગ બધા માણતી યુવતી પાણીમાં ડૂબી ગઈ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર પાણીમાં ડૂબી જવાના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સ કાયાકિંગ ચલાવવામાં આવે છે, લોકો આ વોટર સ્પોર્ટ્સની મજા માણતા હોય છે. ત્યારે સાબરમતી નદીમાં કાયા કિંગ વોટર સ્પોર્ટ્સની મજા માણતી વખતે બેલેન્સ ન રહેતા એક યુવતી નદીમાં ડૂબી ગઈ હોવાની ઘટના બની હતી. કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ કરતી વખતે યુવતીએ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગઈ હતી. આ બાબતે જાણ થતા તાત્કાલિક એજન્સીના ક્રૂના માણસો રેસ્ક્યુ બોટ લઈ યુવતી પાસે પહોંચી ગયા હતા અને નદીમાંથી યુવતીને બહાર કાઢીને બોટમાં બેસાડી હતી.

રિવરફ્રન્ટ પર કાયાકિંગ ની તમે મજા માણતા હોવ તો સાવચેતી રાખવી જરૂરી છે. 1 એપ્રિલ સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં સરદાર બ્રિજથી લઈ આંબેડકર બ્રિજની વચ્ચે કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. એક યુવતી ને કાયાકિંગ બોટમાં લાઈફ જેકેટ પહેરવાની તમામ પ્રકારની માહિતી આપીને બેસાડવામાં આવી હતી. યુવતી બોટ લઈ નદીની વચ્ચે પહોંચી ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું અને તે નદીમાં પડી ગઈ હતી. યુવતી નદીમાં પડતા તેને બચાવવા માટે કાયાકિંગ એજન્સીના માણસો રેસ્ક્યુ બોટ લઇ ત્યાં પહોંચ્યા હતા અને તેને નદીમાંથી બહાર કાઢી હતી.

કાયાકિંગ એક્ટિવિટી ના અધિકારીએ જણાવ્યું કે આજે સવારના સમયે પહેલા સ્ટોલમાં એક યુવતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતી વખતે નદીમાં પડી ગઈ હતી. જેને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢી લીધી હતી અને કિનારે લાવીને બેસાડવામાં આવી હતી. પાણી અને જ્યુસ પીવડાવવામાં આવ્યું હતું ત્યારબાદ તે ખૂબ આરામ અનુભવતી હતી. જ્યારે નદીમાં પડી જનાર યુવતીએ જણાવ્યું હતું કે હું આજે જ્યારે કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતી હતી.

એ દરમિયાન નદીમાં પડી ગઈ હતી, જેથી રેસ્ક્યુની ટીમના માણસો બોટ સાથે તરત જ આવી ગયા હતા. કાયાકિંગના મેનેજર સાગર સોનીએ જણાવ્યું હતું કે, આજે સવારે એક યુવતી બોટિંગ માટે આવી હતી. જેનું વજન વધારે હોવાથી બેલેન્સ ન રહેતા તે નદીમાં પડી હતી. બે મહિના અગાઉ પણ એક બનાવ બન્યો હતો. જેમાં વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી હતી.

સાબરમતી નદીમાં કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે અમદાવાદ કાયાકિંગ નામની કંપનીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. વોટર સ્પોર્ટ્સની મજા માણતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આ બોટ ખૂબ જ નાની હોય છે અને તેમાં એક જ વ્યક્તિ બેસી શકે છે. જો તમારું બેલેન્સ બગડી જાય તો બોટ ઊંધી પણ વળી શકે છે જેથી આ વોટર સ્પોર્ટ્સ ની મજા માણતા લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે. આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે 50 મિનિટનો એક સ્લોટ નક્કી કરવામાં આવ્યો છે.

સવારે 6 થી 10 બપોરે 3 થી 4 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધીના અલગ અલગ સ્લોટમાં 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના લોકો જ આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ની મજા માણી શકે છે. એક સ્લોટમાં 50 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે, સવારે છ થી દસ વાગ્યા અને મોડી સાંજના સ્લોટનો ચાર્જ પ્રતિ વ્યક્તિ રૂ.600 રાખવામાં આવ્યો છે. બપોરના સ્લોટનો ચાર્જ રૂ.300 રાખવામાં આવ્યો છે, કાયકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કુલ 10 જેટલી બોટ લાવવામાં આવી છે. સાત બોટ ડબલ સીટર એટલે કે બે વ્યક્તિ બેસી શકે તેટલી અને ત્રણ બોટ એક જ વ્યક્તિ બેસી શકે તેવી રાખવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*