થોડા દિવસો પહેલા જ ગાયક કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે આજે અમદાવાદમાં વિજય ભાઈ ની હાજરીમાં સુભાષનગર વિસ્તારમાં એક હજારથી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ તમામ માહિતી આમ આદમી પાર્ટી અમદાવાદના ફેસબુક પેજ દ્વારા આપવામાં આવી હતી.
સુભાષનગરમાં વિજયભાઈની અધ્યક્ષતામાં લાખાભાઈ દેસાઇ, કિરણ ચાવડા, પૂજા દેસાઇ, લક્ષ્મી દેસાઈ, રમેશ દેસાઈ, મફા દેસાઈ, શંકર દેસાઈ, નાગજી દેસાઈ, રુક્ષ્મણી દેસાઈ, જયા ગઢવી, ગીતા દેસાઇ સહિતના હજાર કરતાં પણ વધારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અગ્નિ પાર્ટીમાં જોડાયા.
આટલા બધા કાર્યકર્તાઓ એક સાથે જોડાતા ખેસ અને ટોપી પણ ખૂટી ગઈ હતી. ઉપરાંત આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ યુવાનોએ કહ્યુ કે ભુવાજી મારી સાથે જોડાયા છે. આપણે જોઈએ છે કે ટૂંક સમયમાં આદમી પાર્ટીએ ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા વધારી દીધી છે.
ઉપરાંત તેમને કહ્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળનું એક જ કારણ છે કે દરેક નાનામાં નાના માણસને ન્યાય મળી રહે છે. તેમને કહ્યું કે કોરોના માં માસ્ક ન પહેર્યું હોય તો તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન થતું હતું.
ત્યારે લોકોની આંખ બંધ હતી તો હવે ખુલી ગઈ છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કોઇ પણ તફાવત રહ્યો નથી.
ગેસ સિલિન્ડરના ભાવ દિવસેને દિવસે આસમાન સપાટીએ પહોંચી રહ્યા છે. આપણે બહાર જવું હોય તો મોંઘવારી નડે છે.
આ ઉપરાંત તેમને એક વાતનું પ્રોત્સાહન આપતા કહ્યુ કે દૂધના ભાવ તો વધે જ જોઈએ કારણ કે એમાં મહેનત અને મજૂરી પણ લાગે છે. તેમને કહ્યું કે મારી પહેલી મિટિંગમાં જ હજારોની સંખ્યામાં આટલા લોકો જોડાયા છે તો કાલે શું થવાનું છે તૈયારી રાખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment