હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 23 વર્ષની યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ યુવતીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ લીધો છે. મળતી માહિતી અનુસાર પિતાએ પોતાની 23 વર્ષની દીકરીનું ગળું દબાવીને તેનો જીવ લાવી દીધો હતો. દીકરીનો જીવ લીધા બાદ આરોપી પિતા ઘરની નજીક બેસી ગયા હતા.
જ્યારે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાએ પહોંચી ત્યારે પિતાએ કહ્યું હતું કે, મેં મારી દીકરીનો જીવ લીધો છે. ત્યારબાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના રાજસ્થાનના શ્રીગંગાનગરના સુરતગઢમાંથી સામે આવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે, દીકરીના અભ્યારથી પિતા ખૂબ જ નારાજ હતા અને જેના કારણે પિતાએ પોતાની દીકરીનો જીવ લઈ લીધો છે. આ ઘટના રવિવારના રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ચાર વાગ્યાની આસપાસ પિતાએ પોતાની દીકરીનો જીવ લઈ લીધો હતો. સવારે છ વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ પડોશી એ પોલીસને કરી હતી.
ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દીકરીનું મૃતદેહ ખાટલા પર પડેલું હતું. આ દરમિયાન આરોપી પિતા ઘરની પાસે બેઠેલા હતા. જ્યારે પોલીસે આરોપી પિતાની પૂછપરછ કરી ત્યારે તેમને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી પિતાએ જણાવ્યું હતું કે, હા મારી એક દીકરી છે અને મેં તેનો જીવ લઈ લીધો છે તેનું અફેર હતું, જે હું સહન કરી શકતો ન હતો.
આરોપી પિતાના શબ્દો સાંભળીને પોલીસ પણ હચમચી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી યુવતીનું છેલ્લા એક વર્ષથી એક છોકરા સાથે અફેર હતું. બંનેના પરિવારના સભ્યો આ સંબંધ માટે તૈયાર ન હતા. પરિવારના દબાણમાં આવીને છોકરાએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
છતાં પણ યુવતી લગ્ન માટે પોતાના પરિવારજનોને સતત દબાણ કરતી હતી. દીકરીની આ વાતથી પિતા ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને ગુસ્સામાં આવીને તેમને પોતાની દીકરીનો જીવ લઈ લીધો હતો. આરોપી પિતાએ પોલીસને જણાવ્યું કે, તેમની દીકરી તેમને કહેતી હતી કે લગ્ન નહીં કરાવી દો તો સુસાઇડ કરી લઈશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment