અમદાવાદમાં કારમાં બેઠેલા મિત્રએ જ પોતાના મિત્રનો જીવ લઈ લીધો… પછી આરોપી મિત્રએ કંઈક એવું કર્યું કે…સાંભળીને ચોકે ઉઠશો…

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે અમદાવાદના સોલામાં ગઈકાલે રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બે મિત્રો મોડી રાત સુધી એક સાથે બેઠા હતા. ત્યારબાદ બંને સાથે ગાડીમાં બેસ્યા અને પછી મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો હતો.

મિત્રનો જીવ લીધા બાદ આરોપી મિત્ર ગાડી લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. આ વાતની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પછી પોલીસે આરોપી મિત્રને પકડી પાડ્યો હતો અને મૃત્યુ પામેલા મિત્રોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. પ્રાથમિક તપાસમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે આ જીવ લેવાની ઘટના બની છે.

વિગતવાર વાત કરીએ તો સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત રાજા નામના બે મિત્રો ચાંદલોડિયાના વિશ્વકર્મા બ્રિજ પાસે કારમાં બેઠા હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. હજી તો ગુસ્સામાં ભરાયેલા વેદાંતે પોતાના મિત્ર સ્વપ્નિલ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો.

વેદાંતે સ્વપ્નિલનો જીવ લીધા બાદ ન્યૂઝીલેન્ડમાં રહેતા પોતાના પિતાને ફોન કર્યો હતો. ત્યારે વેદાંતના પિતાએ તેને કહ્યું હતું કે તું કાર લઈને પોલીસ સ્ટેશન જા. એટલા માટે આરોપી વેદાંત કાર લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પછી આ સમગ્ર ઘટનાની માહિતી મળી હતી.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી વેદાંતની ધરપકડ કરી લીધી છે અને ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે આ જીવ લેવાની ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*